ડીસામાં આખોલ પાસેની 7 દુકાનોના તાળા તોડી ચોરી કરતાં તસ્કરો CCTVમાં કેદ
copy image
આખોલ ચાર રસ્તા નજીક તસ્કરોએ 7 દુકાનોને નિશાને બનાવી ચોરી કરી હતી. અજાણ્યા ચોર સીસીટીવીમાં દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આખોલ ચાર રસ્તા પાસે આવેલી સાત દુકાનોને અજાણ્યા ચોરે નિશાને લીધી હતી, શિવમણી એગ્રો મોલ, અમુલ પાર્લર સહિતની દુકાનોના શટર તોડી તસ્કરો માલ-સામાનની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે વેપારીઓને જાણ થતા જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી. ચોરી કરવા માટે આવેલા અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ દુકાનોના શટરના તાળા તોડતા નજરે પડ્યા હતા. જેમાં ત્રણ બુકાનીધારી ઇસમોએ તસ્કરીને અંજામ આપ્યો હતો. જેથી ડીસા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.