આધોઈ વાડી વિસ્તારમાંથી 1.47 લાખના શરાબ સાથે ત્રણ આરોઈ પકડાયા

ભચાઉ તાલુકાના આધોઈ ગામના વાડી વિસ્તારમાં પોલીસે રેડ પાડી રૂ. 1,49,200ના શરાબ સાથે ત્રણ શખ્સોની અટક કરી હતી. તેમજ એક શખ્સ નાસવામાં સફળ રહ્યો હતો. પોલીસના સતાવાર સાધનોએ માહિતી અનુસાર જણાવ્યું હતું કે આધોઈના છાયા વાડી વિસ્તારમાં શખ્સ કાનજી રામજી કોલીની વાડીમાં બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભારતીય પરપ્રાતીય બનાવટનો ઇંગ્લિશ શરાબ 750 એમએલની બોટલ નંગ 336 તથા બિયર ટીન નંગ 296 સાથે રૂ. 1,49,200ના માલ સાથે શખ્સ રવીન્દ્ર જેઠાલાલ ચૌહાણ, રામસિંગ હોથીભાઈ કોળી, સમીર નરેશભાઈ સથવારા ઝડપાયા હતા. તેમજ શખ્સ કાનજી રામજી કોળી નાસી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ રેડમાં ટાટા ટીયાગો ગાડી કિંમત રૂ. 6 લાખ તથા હીરો હોન્ડા મોટર સાઇકલ નંબર જી.જે.12.બી.એન.3260 કિંમત રૂ.25000 સાથે કુલ રૂ. 7,72,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *