ચકાર પાસે સ્કૂટર સ્લીપ થતાં શ્રમિક પરિવારના યુવાનનું મૃત્યુ

કોટડા(ચકાર), પંથકમાં માર્ગ અકસ્માતના બે ઘટના પૈકી દિનેશ મૂળજી દેવીપૂજન(ઉ.વ.19)નું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જ્યારે એક યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ છે. આ બાબતે જાણવા મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના ગઇકાલે સવારના અરસામાં જાંબુડી પાસે ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક બની હતી. હતભાગી યુવાન કોટડા આવી રહ્યો હતો. ત્યારે એક્ટિવા સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો પરંતુ સારવાર કારગત ન નિવડતા તેણે દમ તોડી દીધો હોવાનું અમારા પ્રતિનિધિ ફરીરમામદ ચાકીએ જણાવ્યું હતું. યુવાનના મૃત્યુના બનાવથી ફળફળાદિનો વ્યસાય કરતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. હતભાગી યુવક સામાજિક કાર્યોમાં અગ્રેસર હતો. આશાસ્પદ યુવાનના મૃત્યુના બનાવથી ગામમાં દુ:ખ લાગણી પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *