ગોંડલના ભોજપરામાં વૃધ્ધા પર છરી વડે હુમલો કરી મોબાઈલની ચોરી

More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

ગોંડલના ભોજપરા ગામે વાડીએ સુતેલા વૃધ્ધા પર હુમલો કરી એક ઇસમે મોબાઈલની લૂંટ ચલાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર ગોંડલના ભોજપરા ગામે રહેતા સોમાભાઇ મંગાભાઈ બગડાના પત્ની ગંગાબેન (ઉ.વ.65) ગત રાત્રીના ઘરે સુતા હતા ત્યારે કોઈ ઈસમ ઘરમાં પ્રવેશતા તેઓ જાગી ગયા હતા. ગંગાબેને આ ઇસમને ટપારતા આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા ઇસમે ગંગાબેનના હાથમાં છરીથી ઇજા પહોચાડી ત્યાંથી રૂ. 1050ની કિંમતનો મોબાઈલ ચોરીને નાશી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ ભોજપરા ગામે દોડી ગઈ હતી. અને ગંગાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *