ગોંડલની મોબાઈલ ચોર ટોળકી વડોદરાથી ઝડપાઇ :16 મોબાઈલ જપ્ત

 

ગોંડલ સરકારી હોસ્પિટલ સામે નદી વિસ્તારમાં રહેતો દેવીપુજક અને તેણે ટોળકી ના અન્ય ત્રણ સહિત કુલ ચારને ચોરીના 16 મોબાઈલ સાથે વડોદરા શહેર એસ.ઓ.જી પોલીસ ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ચોરીની ઉઠતી ફરિયાદોને પગલે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ.એચ.એમ ચૌહાણ સાહેબ ટીમ સાથે વોચ માં હતા તે દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે અતિ ભીડ ભાડ વાળા વિસ્તારમાં ઓટો રીક્ષામાં ચાર વ્યક્તિઓ ફરી રહ્યા હોય જેની હિલચાલ શંકાસ્પદ જાણતા પોલીસે ઓટો રીક્ષાનો પીછો કરી ઓટો રીક્ષા રેલવે સ્ટેશન તરફ થઈને દામજીરાવ ધર્મશાળા નજીક પોલીસે તેણે ઊભા રાખી પૂછપરછ કરી તલાસી લેતા મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે ઓટોરીક્ષામાં બેઠેલ સુનિલ ઉર્ફે શત્રી રામજી મકવાણા(દેવીપુજક), આકાશ ઉર્ફે પફ લાભુ સોલંકી, પ્રકાશ ઉર્ફે મેન્ટલ મનસુખ સોલંકી, સુનિલ મનસુખ સોલંકી રહે. ગોંડલ સરકારી હોસ્પિટલ સામે નદી વિસ્તારના ખાડામાં તેઓની પાસેથી ચોરી કરેલ અલગ-અલગ કંપનીના એન્દ્રોઇડ મોબાઈલ ફોન નંગ:-16 કિંમત રૂ. 1,61,000 અને ઓટો રીક્ષા મળી કુલ રૂ. 2,61,000નો મુદામાલ જપ્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *