ભુજ સ્વામિનારાયણ મંદિરે ચોરીની શંકા રાખી યુવાનને માર મારવામાં આવ્યો

ભુજ શહેરના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની શંકા રાખીને યુવાનને માર મારવામાં આવ્યો હતો. ભુજની જીકે જનરલ હોસ્પિટલ ની પોલીસ ચોકીમાંથી મળતી માહિતી મુજબ રાજેશ વાઘેલા નામના યુવકને માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવક મંદિરમાં સાફ-સફાઈ નું કામ કરતો હતો તે દરમિયાન તે ચોરી કરી છે તેમ કહી બે થી ત્રણ માણસો અને મહિલાઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. માથાના ભાગે પથ્થર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો જેથી સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.