ગાંધીધામની નવી સુંદરપુરીમાંથી 8 જુગારીઓને 30 હજારની રોકડ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા

copy image

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાંથી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી 8 જુગારીઓને રૂ.30 હજાર રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ બપોરે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવી સુંદરપુરી પાણીના ટાંકા નજીક પહોંચતાં બાતમી મળી હતી કે, શિવ મંદીર બાજુમાં લાલજીભાઇ ભચુભાઇ સવાણીના ઝૂંપડા પાછળ જાહેરમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે તે સ્થળ પર પોલીસે રદ પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા લાલજીભાઇ ભચુભાઇ સવાણી, સામજીભાઇ ભગવાનજીભાઇ જોગાણી, સુરેશભાઇ ગેલાભાઇ સથવારા, ચુનીલાલ રણછોડભાઇ સથવારા, દેવાભાઇ ગોકળભાઇ ભરવાડ, ભગવાનજીભાઇ અણદાભાઇ સથવારા, જુણસ દાઉદભાઇ હિંગોરજા અને અશોક ગંગારામભાઇ સથવારાને રૂ.30,700 રોકડ અને રૂ.44,300 ની કિંમતના 7 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.75,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.