ભુજ સુરલભિટ્ટ રેલવે ક્રોસિંગ નજીક યુવાનને 2 શખ્સો  દ્વારા માર મારવામાં આવતા સારવાર અર્થે ખસેડાયો

ભુજ સુરલભિટ્ટ રેલવે ક્રોસિંગ નજીક યુવાનને 2 શખ્સો  દ્વારા માર મારવામાં આવતા સારવાર અર્થે ખસેડાયો

ભુજ સુરલ ભિટ્ટ રેલવે ક્રોસિંગ નજીક યુવાનને બે ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો. કમલેશ મકવાણા નામના વ્યક્તિ રેલવે ક્રોસિંગ નજીક હતા આ સમય દરમિયાન અજાણ્યા બે શખ્સ બાઈક લઈને આવ્યા હતા. તેને બેટથી મારમારવામાં આવતા ઇજાગ્રસ્ત થયો હતો.યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે જનરલ  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની નોંધ કરી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.