જાફરાબાદના નાગેશ્રી પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો; યુવતિનું મોત, 15 ઇજાગ્રસ્ત
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પાસે ટોલનાકા નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવતીનુ મૃત્યુ થયું હતુ તો અન્ય 15 વ્યકિતને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમા બેાલેરોમા બેઠેલા 16 મજુરોને ઇજા થઈ હતી. આ તમામને સારવાર માટે 108ની મદદ વડે રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં વનિતાબેન છગનભાઇ મકવાણા (ઉ.વ.20) નામની યુવતીનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે છગનભાઇ લાખાભાઇ મકવાણાએ ટ્રક ચાલક વિરુદ્ધ નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે વધુ તપાસ પીએસઆઇ કે.એસ.ડાંગર ચલાવી રહ્યાં છે.