અંજારમાં સામાન્ય બોલાચાલીમાં ત્રણ લોકો પર ધોકાથી હુમલો થયો હતો.

અંજારમાં સમાન્ય બોલાચાલી પછી મામલો બીચકતા ત્રણ લોકો ઉપર હુમલો થયો હતો. પોલીસના સતાવાર સાધનો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આ ઘટના અંજારમાં રામદેવનગર ખાતે ગત તા.17-11ના સાંજના અરસામાં બની હતી. શખ્સો ભીખા સોમા દેવીપૂજક, નરેશ નારૂ દેવીપૂજક, નારુ કેસર દેવીપૂજક, અને ભાઉબેન ભીખા દેવીપૂજકે ફરિયાદી દેવશી રવજી દેવીપૂજક તેના પુત્ર જીતુ અને ગંગુબેન ઉપર ધોકા વડે હુમલો થયો હતો. અસ્થિભંગ સહિતની ઇજા થઈ હતી. બે મહિલાઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. તેનું મનદુ:ખ રાખી હુમલો કાર્યો હતો. પોલીસે તજવીજ હાથ ધરી છે.