અંજાર પોલીસ મથકમાં આરોપીએ મહિલા પી.એસ.આઈને જાનથી મારી નાખવાની આપી ધમકી
copy image
નાખવાની આપી ધમકી
અંજાર તાલુકાના મોડવદર અને અજાપર પાટિયા નજીક થયેલ મારારમારીના પ્રકરણના આરોપીની અંજાર પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ આરોપીએ પોલીસની ફરજમાં રુકાવટ પેદા કરીને મહિલા પી.એસ.આઇ. સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેના સામે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. મળતી માહિતી અનુસાર અંજાર પી.એસ.આઇ. છાયાબેન ભાવસિંઘ રાઠોડે વરસામેડીના જગા પચાણ રબારી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. આ આરોપી જગા પચાણ રબારી, જેશા વીશા રબારી, ડાયા રબારી, નાગજી રબારી અને કરમશી રબારી વિરુદ્ધ અગાઉ સુરાભાઇ સોમાભાઇ રબારીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. મારામારી, ધમકીના આ બનાવના આરોપી જગાબાઇ રબારી મોડવદર પાટિયા નજીક પોતાની હોટેલ બની રહી છે ત્યાં છે તેવી પૂર્વ બાતમી પોલીસને મળતાં પી.એસ.આઇ. સી. બી. રાઠોડ અને ટીમ ત્યાં પહોંચી હતી. આ આરોપીને પૂર્વે નોટિસ પાઠવી પોલીસ મથકમાં આવવાનું જણાવાયું હતું, જેથી પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાનું કહી આ ઇસમે જેમ-તેમ બોલી પોતાની ગાડી સાથે પોલીસ મથકમાં આવ્યા હતા જ્યાં તેની ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે તેણે કોઇને ફોન કરી 50 માણસો પોલીસ મથકે આવી જાઓ, મારી અટકાયત કરે છે. આ દરમ્યાન ફરિયાદ પી.એસ.આઇ.એ મોબાઇલ માગતાં તેની ના પાડી, તેમની સાથે ગાળાગાળી, અસભ્ય વર્તન કરી રાડારાડી કરી હતી અને બાદમાં તું મારી ધરપકડ કરે છે, તને છૂટીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઈસમ સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.