ગાંધીધામના મીઠીરોહરમાં ગ્રામ પંચાયતમાં યુવાનને મારમારાયો હોવાની ફરિયાદ નોંધાઈ
ગાંધીધામના મીઠીરોહર ગ્રામ પંચાયતમાં યુવાનને માર મરાયો હોવાની નોંધ પોલીસ પોચડે નોંધાઈ છે. પંચાયતમાં દસ્તાવેજ સંલગ્ન કામગીરી અને સી.સી.ટી.વી. કેમેરાનું કામ કરતાં સલીમ બાબુ મંઢાએ સિકંદર ઉર્ફે સિકલો અબ્દુલ ધોના વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, આરોપીએ સી.સી.ટી.વી કેમેરાનું કામ બંધ કરવાનું કહી બોલાચાલી કરી આ યુવાનને ગાળો આપી માર મારી તેની સામાનની થેલી ફેકી દીધી હતી. તહોમતદારે ફરિયાદી યુવાનની મોટરસાઈકલને નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યુ હતું.