નાના કપાયામાં 35 હજારના મુદામાલની તસ્કરી

પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી, લૂંટના કિસ્સાઓ પશ્વિમ કચ્છના મુદરા તાલુકાનાં કપાયા ગામમાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડી 34 હજારની ચોરીની હાથસફાઈ કરી હતી. પોલીસના સતાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ઘરફોડ ચોરીની ઘટનાનો બનાવ ગત 5/11ના સવારના અરસાથી 17/11ના સવારના અરસામાં 13 દિવસ દરમ્યાન કોઈ પણ સમયે બન્યો હતો શખ્સોએ કપાયાની સદગુરુ સિટીના ઘર નં 86ને નિશાન બનાવ્યું હતું. બંધ મકાનના તાળાં તોડી કાંદા ધડિયાળ, ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતની માલમતા ચોરી હતી. અન્ય મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. પોલીસે દિલીપકુમાર હરિનારાયણ ઓઝાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.