ભુજના બીએસએફના જવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મુંદરા રોડ સ્થિત બીએસએફ કેમ્પસના મેસની પાછળ બાવળના થડમાં સીમાસુરક્ષા દળના જવાન મૂળ કર્ણાટકના સદામ મહેમુદ જમાદાર (ઉ.વ.32)એ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દળના જવાનોમાં અરેરાટી સાથે શોક વ્યાપી ગયો છે. સદામ મેહમૂદ જમાદારે કોઈ અગમ્ય કારણોસર બપોરથી સાંજ દરમ્યાન બીએસએફની 1011ની મેસની પાછળ બાવળના થડમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધું હતું. આ ઘટનાથી દળના અધિકારીઓ જવાનોમાં દોડધામ મચી જવા પામી હતી. બી-ડીવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.