ગાંધીધામના શિણાયમાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીધામ તાલુકાના શિણાય ગામમાં 18વર્ષીય યુવતી હર્ષવી રમેશ વાણિયાએ પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધું હતું. યુવતીનો પરિવાર વહેલી પરોઢે સુતો હતો ત્યારે તે સવારે ઉપરના માળે હતી. એ સમય દરમિયાન તેણે કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવતીએ કેવા કારણોસર આપઘાત કર્યો હશે તે માટે આદિપુર પોલીસે અપમૃત્યુનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.