અંજાર પોલીસ મથકના ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

અંજાર પોલીસ મથકના રાયોટીંગ અને વિશ્વાસઘાતના બે બનાવોમાં નાસતા-ફરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ભચાઉ તાલુકાના લાકડીયાના મુરાદ અલારખા મીર સામે અંજાર પોલીસ મથકમાં આઠ મહિના પૂર્વે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ ઈસમ પોલીસની પકડમાં આવતો ન હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ ઈસમને ગાંધીધામથી ઝડપી લઈ અંજાર પોલીસને સોપ્યો હતો. તો નવી દુધઈમાં રહેતા ઈબ્રાહિમશા ઉર્ફે બાપુ હાસમશા શેખ સામે એકવર્ષ અગાઉ અંજાર પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવાઈ છે. આ શખ્સ અંજાર આવતાં સ્થાનિક પોલીસે તેને ઝડપી પાડયો હતો.