મુંદરાના વિરાણીયાથી ટોડા માર્ગ પર ટ્રેક્ટર ચાલેકે મોટર સાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
વિરાણીયા થી ટોડા તરફ માર્ગ પર ટેક્ટર અને મોટરસાયકલનો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રેકટર ચાલકે પોતાનું વાહન બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી સથવારાવાસ ટોડા નજીક મોટર સાયકલના ચાલક ગાંગજીભાઈ માતંગને ઠોકર લેતા તેઓ નીચે પટકાયા હતા. અકસ્માતમાં તેમણે જમણા પગના ઘૂંટણમાં ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. તેમણે પ્રથમ સારવાર માટે મુદ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે એલાયન્સ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ મધ્યે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી પોતાના કબજાનું ટ્રેકટર ઘટના સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આ ટ્રેકટર ચાલક વિરુદ્ધ પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.