નાડાપા ખાતે જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા

ભુજ તાલુકાના નાડાપા ગામના તળાવમાં બાવડની ઝાડીમાંથી ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર  રમતા પાંચ ઇસમોને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડી પાડ્યા હતા. પોલીસ અધિક્ષશ્રી એમ.એસ.ભરાડા, પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.બી.ઔસુરાની સુચના અને માર્ગદર્શન તળે પોલીસ સબ ઇન્સપેકટર એચ.એસ.તીવારીની આગેવાની હેઠળ એલ.સી.બી.ટીમના  માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા. પ્રેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના નાડાપ ગામની આથમણી બાજુએ તળાવની નજીક આવેલ બાવડની ઝાડીમાં અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. જે બાતમી અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા વાલા સવા ડાંગર, ઉ.વ.25, રહે.નાડાપા, તા. ભુજ, હુશેન ઇસ્માઇલ મણકા, ઉ.વ.46, રાહે.હબાય, તા.ભુજ, રણછોડ ભચા માતા, ઉ.વ.42, રાહે. નાડાપ, તા.ભુજ, ભીમા કરશન ચાડ, ઉ.વ.40, રાહે. નાડાપા, તા.ભુજ, કમા વેલા ચાડ, ઉ.વ.52, રાહે. નાડાપા, તા.ભુજ* વાળાઓને રોકડ રૂ. 17,200/- તથા મોબાઈલ ફોન નંગ-04, કિંમત. રૂ. 2,000/- તથા ગંજીપાના નંગ-52, કિંમત રૂ. 00/- એમ કુલે રૂપિયા 19,200/- ના મુદામાલ સાથે* ઝડપી તમામ ઇસમો વિરુધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *