અંજાર તાલુકા મેધપર બોરીચીમાં સમાન્ય બાબતે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલી સત્યકૃપા સોસાયટીમાં એક ઇસમે સત્યરાજસિંહ જાડેજા નામના યુવાનને છરી ઝીંકી નાસી છૂટયો હતો. આ બાબતે પોલીસ ચોપડેથી મળતી માહિતી અનુસાર મેઘપર બોરીચીની સત્યકૃપા સોસાયટીમાં ગઈકાલે રાત્રે આ જીવલેણ હુમલાની ઘટના બનવા પામી હતી. આ સોસાયટીમાં ત્રણ મહિલા રહે છે, તેને કંપનીમાંથી લઈ આવવા અને લઈ જવા માટે રમેશ ડાયા ચૌહાણ નામનો ઈસમ અવરજવર કરતો હતો. દરમ્યાન ગઇકાલે રાત્રે પણ મહિલાને મૂકીને તેણે માર્ગની વચ્ચે પોતાનું વાહન મૂકી રાખતા સત્યરાજસિંહ તેને કહેવા ગયો હતો. તેવામાં ગુસે થયેલા આ ઈસમ રમેશે ભેઠમાંથી છરી કાઢી યુવાનના પેટમાં ધુસાવી દીધી હતી, જેના પગલે તેને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જીવલેણ હુમલાની ઘટનામાં શખ્સ વિરુદ્ધ યુવરાજસિંહ કેશુભા જાડેજાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *