કુહાડી અને ધોકા વડે શખ્સોએ મારમારતા ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી અનુસાર દોઢેક મહિના અગાઉ મિરઝાપરમાં રહેતા જયદીપ વિજયભાઈ ચુડાસમાના ઘરે એલસીબીએ રેડ પાડી હતી આ રેડની બાતમી ફરિયાદી ચતુરસિંહ નવઘણજીએ આપી હોવાની શંકાના કારણે તેઓ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ.
ગઇકાલે ફરિયાદી અને તેના મિત્ર મહેન્દ્રસિંહ સોઢા સાથે મોટરસાયકલથી જય સતીમાં મિરઝાપર રોડ ઉપર રાત્રિના આશરે 9 વાગ્યાના સમયગાળામાં આ મામલે સમાધાન માટે ગયા હતા. ત્યાં દુકાન પર જયદીપ ચુડાસમા , રાજેશ પવાર, સની ચુડાસમા અને રામ ગૌસ્વામી હાજર હતા. આ અંગે વાતચીત ચાલુ હતી તે દરમિયાન સનીએ મહેન્દ્રસિંહને પાછડથી પકડી દુકાનની સાઇડમાં લઈ જતો હતો ફરિયાદી મહેન્દ્રસિંહને છોડાવવા જતાં રાજેશ પવારે પકડી લીધો અને ધક બુશટનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ કુહાડી અને ધોકા જેવા હથિયારો વડે માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ વિજય ચુડાસમા અને દિલિપ ગોસ્વામી આવ્યા અને માર મારવા લાગ્યા હતા. એટલામા ફરિયાદીના મિત્ર સતુભા જાડેજા અને મયંક જંગમ આવ્યા અને છોડાવવા વચ્ચે પડતાં જયદીપે સતુભાને કુહાડીના ઘા માર્યા અને શનીએ મયંકને માથામાં માર મારતા તેઓ નીચે પડી ગયા હતા.
આ ઘટનામાં મહેન્દ્રસિંહ સતુભા તથા મયંક લોહીલુહાણ થતાં ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી ચતુરસિંહને માથાના ભાગે દશ ટાંકા અને પીઠના ભાગે ઇજાઓ પહોચી હતી. મહેન્દ્રાસિંહને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર અર્થે એકોર્ડ હોસ્પિટલ ખસેડાયા છે. સતુભાને માથાના ભાગે 40 થી 50 ટાંકા આવ્યા છે તો મયંકને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યુ હતું.
આ અંગે આ શખ્સો વિરુદ્ધ ભુજ એ.ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.