રાપર પોલીસે દરોડા દરમિયાન 9600 નો શરાબ ઝડપી પાડ્યો

રાપર પોલીસ ગોવિદપર ગામે બળવંતસિંહ અચુભા સોઢાને ત્યાં રેડમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે પ્રવિણસિંહ અચુભા સોઢા તેમજ મહેન્દ્રસિંહ અચુભા સોઢા બંને પોતાના ઘરની પાછડ આવેલ વાડીમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

આ બાતમીના આધારે તે સ્થળ પર જઈ તપાસ કરવામાં આવતા ખેતરના સેઢા ઉપર બાવળોની ઝાડીમાં સંતાડેલ અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 9600નો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ દરોડા દરમિયાન  હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આ અંગે બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.