આધાર પુરાવા વગરના ચોખા ના જથ્થા સાથે ટ્રક અને ત્રણ ઇસમોને પકડી પાડતી જખૌ પોલીસ.

તા : ૧૪/૧૨/૨૦૨૨ ના રોજ જખૌ પોલીસ સ્ટાફના જવાનો મકનસિંહ વાઘસિંહ સોલંકી, ચિરાગભાઈ નાનજીભાઈ પ્રજાપતિ, સંજયસિંહ, વિક્રમસિંહ રાઠોડ વગેરે પોલીસ વાહનમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન તેઓને ભરોસાપાત્ર બાતમી મળેલ, કે જખૌ ભાનુશાળી સમાજવાડી પાસે આવેલા તળાવ નજીક એક ટ્રક માં આધાર પુરાવા વગરના ચોખા નો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે જખૌ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા આધાર પુરાવા વગરના ચોખા ના જથ્થા વાળા ટ્રકની ખરાઈ કરીને અટકાયત કરવામાં આવેલ. ખરાઈ દરમિયાન ટ્રક ચાલક નામે રજાક અબ્દ્રેમાન રાયમાં, રહે ગઢશીશા તેમજ તેની સાથે રહેનારા બે ઈસમો નામે ગોપાલ રમજુ કોલી અને હુશેન હાજીઆમદ સુમરા, રહે બન્ને નલીયા વાળાઓ પાસે ટ્રકમાં ભરેલ ચોખા ના કોઈ આધાર પુરાવાઓ સાથે રહેલ નહી, અને તપાસ દરમિયાન ચોખા નો જથ્થો આધાર પુરાવા વગરનો જણાઈ આવતા જખૌ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રક નંબર GJ ૧૨ Z ૦૯૬૯ ની અટકાયત કરેલ અને જખૌ પોલીસ સ્ટેશને ચોખાનો જથ્થો અને ટ્રક કબજે કરેલ અને આગળ ની કાર્યવાહી કરેલ. ટ્રક માં ચોખાના ટોટલ ૨૮૧ કોથળા ભરેલ હતા, જેમનો વજન કોથળી દીઠ ૫૦ કિલો વજન લેખે ટોટલ ૧૪૦૫૦ કિલો આધાર પુરાવા વગરના ચોખા ભરેલ હતા. જેમની કિંમત એક કિલો રૂપિયા ૧૫ લેખે પોલીસ રેકર્ડ અનુસાર ૨૧૦૭૫૦ રૂપિયા થાય છે. તેમજ ટ્રક ની કિંમત રૂપિયા નવ લાખ, ૬૫૦૦ રૂપિયાના બે એન્ડ્રોઇડ મોબાઈલ વગેરે વસ્તુઓ ટોટલ ૧૧૧૭૨૫૦ રૂપિયાની સી.આર.પી.સી.ની કલમ ૧૦૨ કબજે કરીને સી.આર.પી.સી ની કલમ ૪૧(૧)(ડી) હેઠળ અટકાયત કરીને આગળ ની કાર્યવાહી કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જખૌ વિસ્તારની આજુબાજુમાં કોઈ પણ ખેડૂત દ્વારા ચોખાના પાકની વાવણી કરવામાં આવતી નથી, તેમજ જખૌ તેમજ આજુબાજુના વિસ્તારમાં કોઈ ચોખાનું ખુબ મોટો ગોડાઉન પણ આવેલ નથી. તો પછી આટલો મોટો ૧૪૦૫૦ કિલોનું જથ્થો જખૌ વિસ્તાર માં ક્યાંથી આવ્યો? અને તે જથ્થો લોડ થઈને ક્યાં જઈ રહ્યો હતો, અને તે આધાર પુરાવા વગરના ચોખાના જથ્થા નો ખરીદ અને વહેંચણી કરનાર કોણ છે? તે એક તટસ્થ તપાસ નો વિષય છે.