સુરક્ષાગાર્ડ,લોકોની ભીડ વચ્ચે આરટીઓમાંથી કર્મચારી બાઇકની ચોરી

ભુજ પોતાની આગવી અને અલાયદી વ્યવસ્થા ધરાવતી અહીની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતેથી દિનદહાડે કર્મચારીના દ્વિચક્રીની ચોરી કરી ચકચાર જગાવી છે. પ્રવેશદ્રારથી માંડીને ઠેરઠેર 10થી 12 સુરક્ષાગાર્ડ જ્યાં તહેનાત હોય છે તેવી આરટીઓમાં એજન્ટોના જમેલા અને લોકોની ભીડની સતત અવર-જવર વચ્ચે પણ જુનિયર કલાર્ક કક્ષાના કર્મચારીની બાઈકની કોઈ ચોરી કરી જતાં ચર્ચાઓ અને સવાલો જગ્યા છે. જાણકારો આ બનાવ પાછળ કોઈ જાણભેદુ હોવાનો સંકેત આપી રહ્યા છે. દરમ્યાન, આ બાબતે પોલીસને વાકેફ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.