પુણે હવાઈમથકે 90 લાખના સોના સાથે એક યુવતી પકડાઈ

પુણે આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર મહિલા પ્રવાસીને 90 લાખ રૂપિયાની કિંમતના સોના સાથે પકડી લેવામાં આવી હતી. દુબઈથી તેની સોનાની દાણચોરી કરી હતી, તેને ઝડપીને વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. દુબઈથી વિમાનમાં ગઇકાલે ડેનટસા જોન પુણે આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર આવી હતી. કસ્ટમ અધિકારીઓને આ મહિલા પ્રવાસી શંકાસ્પદ જણાતા કસ્ટમના અધિકારીઓ દ્રારા ઝડપીને ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે ડેનટસા જોનના કમર પટ્ટામાં પ્લાસ્ટિકની ચાર થેલીમાંથી બે કિલો 791 ગ્રામ વજનનું સોનું મળી આવ્યું હતું. જેની કિંમત અંદાજે 90 લાખ 44 હજાર રૂપિયા છે. ઈસમ ડેનટસા સામે કસ્ટમ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *