વિરાણીથી ઘડૂલી રોડ પર ટ્રક ચાલકે 150 ઘેટાં કચડયા

copy image

વિરાણીથી ઘડૂલી રોડ પર મોડી રાત્રે ટ્રકના ચાલકે બેદરકારીથી અને ગફલટભરી રીતે ચલાવી 150 ઘેટાને અડફેટે લઈ તેમનું મોત નિપજાયું હતું. આ અંગે રજાક જુમા રાયમાએ દયાપાર પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાતીના એક વાગ્યાના અરસામાં માલધારી પોતાના ઘેટાં લઈને પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન તેઓ વિરાણીથી ઘડૂલી રોડ જી કંપનીના જીરો પોઈન્ટથી વિરાણી બાજુ આશરે 100 મીટર જેટલા દૂર પહોચ્યા ત્યારે દયાપર તરફથી સામેથી આવતા જીજે.12-બીવી-9925ના ટ્રક ચાલકે ટ્રક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી આશરે 120 ઘેટાં અને ઘેટાંના 30 બચ્ચા પર ચડાવી દીધું હતું. ઉપરાંત અમુક ઘેટાઓને ઇજા પહોચાડી હતી. જેથી તેમને 12,30,000 નું નુકશાન થયું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.