ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરતી એસ.ઓ.જી તથા એલ.સી.બી ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.તથા એલ.સી.બી ટીમ દ્વારા નેશનલ હાઇવે-૨૭ રેલ્વે સ્ટેશન પાસે ગાંધીધામથી કાર્ગો ઝુંપડા તરફ્ના સર્વિસ રોડ પાસે શાકીર હુરમહમદ અંસારી તથા અમિતકુમાર સુભાષ યાદવનાઓએ પોતાના કબ્જામાં સર્વિસ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં ગે.કા રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પ્રવૃત્તિ કરતા હોય જેથી તેની તપાસ કરતા માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૩૨.૯૧૦ કિલ્લો ગ્રામ જેની કિ.રૂ.૩,૨૦,૯૧૦/-નો મુદ્દામાલ વેચાણ અર્થે -રાખી પકડાઇ જતા તેમના વિરુધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે એન.ડી.પી.એસ એક્ટ- ૮(સી),૨૦(બી),(૨-સી),૨૯ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ.

રાઉન્ડઅપ કરેલ આરોપી

(૧)શાકીર હુરમહમદ અંસારી ઉ.વ.૪૪ ૨હે.ચૌખંડી તીલકનગર એસઓ.વેસ્ટ દિલ્હી.

(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક

| હાજર ન મળી આવેલ આરોપી:-

(૩) નીતીસિંહ ઉર્ફે વીજય ભુમીઠાળ (બાવન)

રહે.ગામ નવગછીયા જી.બેગસરાય બીહાર. (૪) ર્માનર્ષાસંગ ભુમીહા૨(બાવન) રહે.ગામ નવગછીયા

જી.બેગસરાય બીહાર.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-

(૧)ગાંજાનો જથ્થો વજન ૩૨.૯૧૦ કિલો ગ્રામ

કિ.રૂ ૩,૨૦,૯૧૦/-

(૨) મોબાઇલ ફોન નં.૨ કિ.રૂ.6000/- (૩) રોકડા રૂપિયા કુલ ૭,૮૫૦/-

કુલ્લ કિ.રૂ.૩,૩૪,૭૬૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ.શ્રી એસ.એન.ગડુ તથા એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.આર.પટેલ તથા એસ.ઓ.જી.તથા એલ.સી.બી સ્ટાફ જોડાયેલ હતો.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ