ભચાઉ પોલીસે કબાટના ગુપ્ત ભોયરામાં છુપાવેલ 87,880નો દારૂ ઝડપી પાડ્યો
ભચાઉ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રવીણ માંડણ પરમાર સર્વોદય સોસાયટીમાં પોતાના કબજાની ઓરડીમાં રાખેલ લાકડાના કબાટમાં એક ગુપ્ત ભોયરામાં વિદેશી દારૂ વેપલા અર્થે રાખેલ છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર પહોચી જઈ મકાનમાં દરોડો પાડતા પતરાની ઓરડીમાં લાકડાના કબાટના પાટિયા કાઢી જોતાં દીવાલ બાજુ લાકડાનો દરવાજો બનેલ નજરે પડ્યો હતો. આ દરવાજો ખોલી અંદર જોતાં એક ગુપ્ત ભોયારો આવેલ હતો. ભોયરામાં રહેલ ખાખી બોક્સને તપાસતા વિદેશી દારૂની 216 બોટલો મળી આવી હતી. જેની કિમત રૂ. 87,880 આંકવામાં આવી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં ગુરુકૃપા હોટેલનો સુખદેવસીંગ મિલખાસીંગ જાટે આપી હોવાની કેફિયત આપી હતી. પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.