ગાંધીધામમા હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓ ઝડપ્યા: 2.08,600નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભારતનગર ગુરુકૃપા સોસાયટીના પ્લોટ નં.81ના આંગણામાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એ સ્થળ પર પહોચી દરોડો પાડતા 6 શખ્સો ગોળકુંડાળું કરી રૂપિયાથી જુગાર રમી રહ્યા હતા. એ.ડિવિઝન પોલીસે આ શખ્સોને પકડી પાડી 2,08,600નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારા અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. મનોજ મણીલાલ મારૂ(સુથાર) ઉ.વ.40
  2. રવિ કિશોરભાઇ ઈશરાની  ઉ.વ.32
  3. ધવલ દિનેશભાઇ સથવારા ઉ.વ 30
  4. દિનેશભાઇ રામાભાઇ પટેલ ઉ.વ. 48
  5. પંકજ જયંતિલાલ ઠક્કર ઉ.વ.40
  6. આશીષ ડાયાભાઇ ઠક્કર ઉ.વ.32