અબડાસાના ખાનાય ગામની સીમમાં ચાલતી દેશી શરાબની ભઠ્ઠી પોલીસે રેન્જ સ્તરેથી ઝડપી

અબડાસાના ખાનાય ગામની સીમમાં ચાલતી દેશી શરાબની ભટ્ઠી  પોલીસે રેન્જ કચેરીના સ્તરેથી પાડેલી  રેડમાં પકડાઈ હતી. અલબત શખ્સ ખાનાય ગામનો મહેન્દ્રસિંહ હરસિંહ જાડેજા દરોડા દરમ્યાન નાસી છૂટયો હતો .સૂત્રો દ્રારા મળેલી બાતમીના આધારે રેન્જ કચેરીના રેપિડ રિસ્પોન્સ સેલ દ્રારા હાથ ધરાયેલી આ તજવીજમાં 37000 લિટર શરાબ બનાવવાનો આથો તથા દારૂ બનવાની સામગ્રી મળી કુલ્લ રૂ. 11,100નો મુદામાલ કબ્જે કરાયો હતો. નાસી છૂટેલા શખ્સ સામે નલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો  હતો.પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાધેલાના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના ફોજદાર જી. હડિયા સાથે ટીમના દિલીપસિંહ જાડેજા, ધનજીભાઇ મહેશ્વરી, શિવરાજસિંહ રાણા, મહવીરસિંહ વાધેલા વગેરે કામગીરીમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *