મુંદરાની ભાગોળે અદાણી તરફ જતાં રસ્તા ઉપર ટ્રેઇલરમાં કલીનર તરીકે કામ કરતાંનો મોત થયું

મુંદરા નગરની ભાગોળે અદાણી તરફ જતાં રસ્તા ઉપર સૌરાષ્ટ્ર સી.એફ.એસ. ગોદામ નં 11 પાસે માથે વજનદર ટાયરનું બંડલ અકસ્માતે છટકીને પડતાં ટ્રેઇલરમાં કલીનર તરીકે કામ કરતાં રાજસ્થાનમાં રહેણાક રમેશકુમાર રામસ્વરૂપ નાગર(ઉ.વ.21)નો મૃત્યુ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે જી.જે.12.એન.1603 નંબરના ટાયર ઉપાડવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે પાસે ઊભેલા હતભાગી રાજસ્થાનની કલીનર યુવાન સાથે આ જીવલેણ બનાવ બન્યો હતો. ભોગ બનનારો રમેશકુમાર નાગર માથે પડેલા ટાયરના બંડલ નીચે દબાઈ ગયો હતો અને સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યો હતો. મુંદરા પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *