પામ ઓઈલ હૈદરાબાદ ન પહોચાડી 32,25,899ની છેતરપિંડી આચારતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કંડલાથી હૈદરાબાદ મધ્યે લઈ  જવામાં આવતો ઓઈલ સગેવગે કરી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ ગાંધીધામ બી.ડિવિઝન મથકે નોંધાઈ છે.

ટ્રાન્સપોર્ટમાં ભાડેથી ટ્રક આપી ગુજરાન ચલાવતા નવીન અરજણભાઇ મિયાત્રાએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, કંડલાથી હૈદરાબાદ પામ ઓઈલ લઈ જવાનું હોવાથી તેમના ગાડીના ચાલક અરવિંદભાઇ ગિરધરભાઈ જોષી અને સહાયક પ્રવીણભાઈને મોકલવામાં આવ્યા હતા.  તા.22-11 ના પ્રવિણભાઈનો ફોન આવે છે કે, ઓરંગાબાદમાં જીજે-12-bx-6442 – 30.570 મેટ્રિક ટન ભરેલું ટેન્કર પલટી મારી જતાં પામ ઓઈલ ઢોળાઈ ગયેલ છે અને બંનેને ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. ઓરંગાબાદ પહોચી તપાસ કરતાં જાણ થઈ હતી કે, આ અંગે ખોટી હકીકત દર્શાવી છે. બંને સાથે મળીને પામ ઓઈલ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.