ચોરી અને છળકપટથી સ્ક્રેપ ( ભંગાર ) ભરેલ ડમ્પર ને પક્ડી પાડતી એલ.સી.બી ગાંધીધામ તથા કંડલા મરીન પોલીસ
આજરોજ માન . પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , સરહદી રેન્જ – ભુજ ડચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓ સુચના મુજબ તથા ના.પો.અધિ. મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ , અંજાર નાઓએ માર્ગદર્શન અને સુચના મુજબ એલ.સી.બી ગાધીધામ ની ટીમ પેટ્રોલીગમા હતી તે દરમ્યાન એક શંકાસ્પદ ડમ્પરમા સ્કેપ ( ભંગાર ) ભરેલ હોઈ જે બાબતે બી – ડિવીઝન ખાતે સી.આર.પી.સી.લમ -૪૧ ( ૧ ) ડી , ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને પકડી બાદ કંડલા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઓ : ( ૧ ) રમેશભાઈ બબાભાઇ ચૌહણ ઉ.વ ૨૨ ૨હે . ગાંધીધામ મુળ રહે.ભિમાસર ( ભુટડીયા ) તા -૨ા૫૨ ( ૨ ) રાજેશ ભચુભાઈ અવાડીયા ( આહીર ) ઉ .૩૧ માથક તા – અંજાર કચ્છ
કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) સ્કેપ ( ભંગાર ) ૧૯.૪૩૦ ટન જેની કિ.રૂ .૬,૮૦,૦૫૦ / ( ૨ ) ડમ્પર ર.જી નં.જીજે – ૧૨ – એઝેડ -૦૮૯૬ જેની .કિ .રૂ ૨૦,૦૦,૦૦૦ / ( ૩ ) મોબાઈલ નંગ -૨ કિ.રૂ ૧૫,૦૦૦ / કુલ્લે કિ રૂ ૨૬,૯૫,૦૫૦ /
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.જાડેજા એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામ તથા પોલીસ ઇન્સ્પેકટરથી એચ.કે.હુંબલ કંડલા મરીન પોલીસ સ્ટેશન તથા આ સાથે એલ.સી.બી પોલીસ સ્ટાફ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફ્ના માણસો જોડાયેલ .
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ