આધોઈમાં પોલીસે બે દરોડા પાડી 80 હજારનો શરાબ જપ્ત કાર્ય શખ્સો હાથમાં આવ્યા નહીં

ભચાઉ તાલુકાનાં આધોઈમાં એક ઘરમાંથી પોલીસે રૂ. 7200નો દારૂ ઝડપી પાડ્યા પછી આધોઈ-રામપર રસ્તા પરથી એક કારમાંથી વધુ રૂ. 75,900નો દારૂ કબ્જે કર્યો હતો. પરંતુ સખ્સ પોલીસના હાથમાં આવ્યા ન હતો. આધોઈના શાહુનગર, સેક્ટર-પાંચમાં આવેલા લખમણ પૂના મણકાના ઘરમાં પોલીસે દરોડો પાડ્યો હતો. સજના ભાગે આ આરોપીના ઘરમાંથી 20 બોટલ તથા બે ટીન એમ રૂ. 72,00નો શરાબ કબ્જે  કરવામાં આવ્યો હતો. પરતું આ આરોપી પોલીસને હાથતાળી આપીને નાસી છૂટયો હતો. પછી ગત રાત્રે આ જ આરોપી લખમણ મણકા આધોઈ રામપર રસ્તા પરથી કર્મા શરાબ લઈને આવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી હતી પરંતુ આ આરોપી તથા અન્ય એક આરોપી પોલીસના હાથમાંથી સાબુના ગોતની જેમ સરકી જઈ કાર ત્યાં જ મૂકી ગયો હતો. કાર નંબર જી.જે.12.બી.આર.0784માંથી પોલીસે 750 એમ.એલ.ની 192 બોટલ તથા બિયરના 87 ટીન એમ કુલ રૂ. 75,900નો દારૂ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *