વડોદરા:સીબીઆઈના અધિકારી હોવાનું જણાવી ઠેલમાંથી રૂ.24.17 લાખના દાગીનાની તસ્કરી કરી શખ્સો કરાર થઈ ગયા

મુંબઇની જવેલરી કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવનું કામ કરતાં સેલ્સમેનને સીબીઅઆઈના અધિકારીઓ હોવાનું જણાવી તેમના થેલામાં ચેકિંગના બહાને જુદા-જુદા બે પર્સમાંથી 885.73 ગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 24.17 લાખની રકમના સેરવી અજાણ્યા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મુંબઇ વસઇ ખાતે આવેલ ત્રિવેણી હાઉસીંગ સોસાયટીમાં રહેતા મનીષ મહેતા ત્યાંની એમરેલ્ડ જવેલ ઇન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. ડાયમંડ તેમજ પ્લેટીનની અલગ- અલગ રાજ્યોમાંથી ઓર્ડર લેવાનું કામ અંતર્ગત તેઓ ગુજરાતમાં નકુલ ત્રિવેદી સાથે ગઇકાલના વડોદરા આવ્યા હતા. એક આરોપીએ નકુલને રોકી હિન્દી ભાષામાં અમે સીબીઆઇમાંથી આવીએ છીએ અને તમારા થેલામાં ડ્રગ કેમિકલ હોઈ શકે છે. તેથી ચેકીંગ કરવી પડશે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ અન્ય બે વ્યક્તિ પણ આવ્યા હતા અને તમારો થેલો ચેક કરવો પડશે તેમ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *