ગાંધીધામ સંકુલનમાં એક જ દિવસમાં રૂ. 14 લાખની તસ્કરીથી ભારે ચકચાર

ગાંધીધામ શહેરની મુખ્ય બજારમાં આવેલી એક હોલસેલની દુકાનના તાળાં તોડી તેમાંથી રોકડ રૂ. 14 લાખની તસ્કરીથી ભારે ધમધમી પ્રસરી હતી. શહેરની મુખ્ય બજારમાં મેલડી માતાના મંદિર નજીક આવેલા ટી.સી એક્ટ.નોર્થ 40માં ચોરીની આ ઘટના ગત રાત્રે થી સાંજના અરસામાં બની હતી. અહી આવેલા પરષોતમ પરમાનદ સુખવાણીની ભારત ફેન્સી સ્ટોર નામની દુકાનમાંથી તસ્કરોએ ચોરી કરી હતી. પોલીસે જણાવ્યુ હતું કે, આ બંધ દુકાનના શટર કોઈ ડુપ્લીકેટ ચાવી વડે ખોલી આરોપી અંદર ધૂસ્યા હતા અને અંદર કાઉન્ટરમાં રહેલા રોકડ રૂ. 14 લાખની તસ્કરી કરીને નાસી છૂટયા હતા. આ ઘટના પછી સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ પડી હતી. પોલીસે આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તપાસ સહિતની આગળની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *