આદિપુરના બંધ ઘરમાંથી રૂ. 3.૬૮ લાખની તસ્કરી

આદિપુરના વર્ડ-3 એ વિસ્તારમાં એક બંધ ઘરમાંથી રૂ 3,68,000ની તસ્કરીની ઘટના બનવા પામી હતી. આદિપુરમાં વધુ ચોરીની ઘટનાને અંજામ આપી આરોપીએ પોલીસને ખુલ્લો પડકાર ફેકયો હતો. તુણા અદાણી પોર્ટમાં હેડ તરીકે નોકરી કરતાં અને આદિપુરના વોર્ડ-૩એમાં પ્લોટ નંબર ૧૫૩ ફલેટ નંબર ૧ માં રહેતા વિવેકસિંહ મુરલી મનોહરસિંધના બંધ ઘરમાં આરોપી ધૂસ્યા હતા. આ ફરિયાદીના સાસુ બીમાર હોવાથી તેમના ખબર અંતર પૂછવા આ યુવાન તથા તેનો પરિવાર હૈદરાબાદ ગયો હતો. દરમ્યાન તેમના બંધ ઘરના તાળાં તોડી અંદર ધૂસી કબાટની તિજોરી તોડી તેમાંથી રોકડ રૂ.૨૮,૦૦૦ તથા ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા, નારિયેળ નંગ-૧, સોપારી નંગ-૪, સોનાના અલગ-અલગ દાગીના એમ કુલ રૂ. ૩,૬૮,૦૦૦ની મતાની ચોરી કરી આરોપી નાસી છૂટ્યા હતા. ગત ૧૦-૧૧થી ૨૦-૧૧ દરમ્યાન બનેલી આ ઘટના બાબતે આગળની તજવીજ રાબેતા મુજબ પોલીસે હાથ ધરી છે.