અંજારના મેઘપરમાં 14 વર્ષીય બાળકના અપહરણની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ

અંજારના મેઘપરમાં 14 વર્ષના બાળકનું અપહરણની ફરિયાદ પોલીસ મથકે નોંધવાઈ છે. ધુલજી લાલજીભાઇ પ્રજાપતિએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 15-12ના તેઓ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે ઘરે પહોચી તેમની પુત્રી પાયલને ક્રિશ અંગે પૂછે છે ત્યારે તે ટ્યુશન ગયું હોવાનું જાણવા મળે છે.સાડા આઠ વાગ્યા સુધી ક્રિશ ઘરે ના આવતા તે તપાસ કરે છે, તો ક્રિશ ટ્યુશન આવેલ નથી તેવું તેના ટીચર જણાવે છે. મોડેસુધી શોધખોળ કરવા બાદ પણ ક્રિશના કોઈ સમાચાર ન મળતા તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.