નખત્રાણા પોલીસે 4 પત્તાપ્રેમીને પૂર્યા પાંજરે
નખત્રાણા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી 4 શખ્સને જુગાર રમતા પકડી પાડ્યા હતા. નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ટોડીયાથી હરિપર જતાં રોડ પર બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ખૂલ્લી જગ્યામાં ધાણીપાસાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે કાર્યવાહી કરી રૂપિયા વડે જુગાર રમતા 4 જુગારીઓને 12060ના મુદ્દામલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- સાલેમામદ ઈભલા ખલીફા ઉ.વ.38 રહે. ટોડીયા તા.નખત્રાણા
- ઓસમાણ આમદ સુમરા ઉ.વ.35 રહે. મોટી ખોભડી તા. નખત્રાણા
- ઈસ્માઈલ જાફર પિંજારા ઉ.વ. 35 રહે. ટોડીયા તા. નખત્રાણા
સુલતાન આધમ નોડે ઉ.વ.30 રહે. નવાનગર નખત્રાણા