માંડવી કલવાણ રોડ પર નજીવી બાબતે મારામારી: 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

માંડવીના કલવાણ રોડ નજીક વાડીમાં નજીવી બાબતે મારામારી કરાતા ફરિયાદ નોંધાઈ છે. ઝેબરબેન સાગરભાઈ દેસાઈએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, વાડીના અંદર આવવાના ગેટ પાસે નગરપાલિકાનું ટ્રેકટર અને લોડર વડે સમાર કામ થઈ રહ્યું હતું ત્યારે અમારા ગેટ પાસે માટી અને કચરો ફેકતા હોવાથી ફરિયાદી કચરો નાખસો નહિ તેવું જણાવ્યુ હતું. ત્યારે બાજુમાં રહેતા અમરબેન પટેલ આવ્યા અને લોડર કેમ બંધ કરાવે છે કહી ગાડો બોલવા લાગ્યા ત્યારબાદ ગીતાબેન જાટ, સુરેશભાઇ અને લાલજીભાઇ પટેલ આવીને ગાળો આપવા લાગે છે. રાડારાડનો અવાજ સાંભડી ફરિયાદીના પતિ આવેલ અને ગાળો આપવાની મનાઈ કરતાં અમરબેને લાકડાના ધોકા વડે મારવા જતાં ફરિયાદી વચ્ચે પડતાં તેને ધોકા વડે મારી ઇજાઓ પહોચાડી હતી ઉપરાંત ગીતાબેન સુરેશભાઇ જાટ ઢીંકાપાટુનો માર મારવા લાગે છે. તેઓએ ફરિયાદીને કામમાં દખલગીરી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી ઝેબરબેનને સારવાર માટે માંડવી હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.