૨૮ વર્ષના યુવાને ચાર વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું

જુના વાડજમાં એક ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. જુનાવાડજ વિસ્તારની એક ચાલીમાં ચાર વર્ષની બાળકી ઉપર તેના પાડોશમાં રહેતા ૨૮ વર્ષીય યુવકે બળાત્કાર કર્યું હતું. આ યુવાને બાળકીની મતાને બહેન માનેલી હતી કહેવાતા મામાએ બાળકીને ઘરમાં લઈ જઇ તેની ઉપર બળાત્કાર કર્યું હતું. જુના વાડજના સોહરાબજી કંપાઉન્ડ વિસ્તારની ચાલીમાં રહેતી ૨૮ વર્ષની એક પરિણતાને ચાલીમાં ૪ વર્ષની બાળકી છે. તેના પતિ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. પરિણીતા માતાનું મકાન પણ તેના પતિના મકાનથી નજીક હોવાથી તે અવાર-નવાર તેમના મકાને જતી-આવતી હોય છે. મંગળવારે સાંજના અરસામાં પરિણીતા અને તેની બહેનનો પુત્ર સાથે રમતા હતા.ચા પીવા માટે બને જણા બિસ્કીટ લેવા ગયા હતા. ત્યારે પરિણીતાની બાજુમાં રહેતા ૨૮ અમર ખીમજીભાઈ સોલંકીએ ૪ વર્ષની બાળકીને પોતાના મકાનના રૂમમાં પુરીને તેની સાથે બળાત્કાળ ગુજાર્યુ હતું. બાળકીની માતાએ અમરના મકાનનો દરવાજો બંધ હતો ત્યારે શોધવા ગઈ હતી. પરંતુ અમરે તે વખતે ના પાડી હતી. જોકે પરિણીતાની બહેનના પુત્રએ કહ્યું હતું કે તે અમર પાસે જ છે. જેના કારણે પરિણતા ગુસ્સે થઈને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે શખ્સ અમર સોલંકીની અટક કરી લીધી હતી.