રાધનપુરના સાતુન ગામેથી નકલી નોટો બનાવવાની કેફટરી ઝડપાઇ : રૂ.૨૦૦૦ રૂ. ૫૦૦ અને ૨૦ની નકલી નોટો છાપતાં ૩ શખ્સો ઝડપાયા

રાધનપુર તાલુકાનાં સાતુન ગામેથી પોલીસે ૨૦૦૦ સહિત નવા દરની નકલી નોટો બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રૂ.૨૦૦૦, ૫૦૦ અને ૨૦ની નકલી નોટો છપાતી હોવાની બાતમી મળતા પાટણ એલ.સી.બી.ની ટીમે રાત્રિના સમયે રેડ પાડીને ત્રણ આરોપીની રૂ. ૧,૨૭,૯૦૭ ની નકલી ચલણી નોટો સાથે અટક કરી છે. આ આરોપીઓ કેટલા સમયથી નકલી નોટો છાપતા હતા? કેટલી નોટો બજારમાં મૂકી છે? આ ષડયંત્રમાં કોની કોની સંડોવણી છે? સહિતની વિવિધ દિશાઓમાં હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે. રાધનપુર તાલુકામાં સાતુન ગામે સુથાર બળદેવભાઈ વશરામભાઈ ચૌધરી ભગવાનભાઈ ભીખાભાઈ(રહે.ભીલોટ), ચૌધરી ભાવાભાઈ શીવાભાઈ(રહે.શબ્દલપુરા)આ ત્રયેય આરોપી ભીગા મળી સાતુન ગમે બળદેવભાઈના મકાને કલર પ્રિન્ટર અને કલર ટોનરના કલરો મેળવી બે હજારની, પાનસોની, વીસ અને દસ રૂપિયાની ચલણી નોટો બનાવતા હોવાની બાતમી એલ.સી.બીની મળી હતી. જે માહિતી મુજબ  પોલીસે ગત રાત્રીના અરસામાં સુથાર બળદેવભાઈના મકાને છાપો મારતા નકલી નોટો બનાવવાનો કારોબાર ચલાવતા ત્રણ આરોપીઓ સાથે જુદા-જુદા દરની નકલી બનાવટી ચલણી કુલ નંગ ૧૦૮ સાથે રૂ. ૧,૨૭,૯૦૭ની નોટો મળી આવી હતી. ત્યાંર પછી વધુ  તજવીજ કરતાં મકાનમાં કેનરનું પ્રિન્ટર અને કાર્ટિસ પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવાની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *