ભચાઉમાં ઘરની બહાર પાર્ક કરેલ બાઈક ચોરાઈ
ભચાઉ પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. ભચાઉ વર્ધમાનનગર બ્લોકના કારખાના પાસે રહેતા ભરતકુમાર મનસુખલાલ ઠક્કર ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ રાત્રિના આઠ વાગ્યે પોતાની દુકાનેથી પરત આવી GJ-12-CC-5794 બાઈક ઘરની બહાર પાર્ક કરી હતી. ત્યારબાદ પોતાના પરિવાર સાથે હોટેલ મઢૂલીમાં જમવા માટે ગયા હતા અને રાત્રે 11 વાગ્યે પરત આવતા ઘરની બહાર બાઇક જોવા મળી નહતી. આસપાસમાં તપાસ કરતાં બાઈક અંગે કોઈ જાણકારી મળી નહિ. ત્યારબાદ ઘરમાં લગાવેલ સીસીટીવી ચેક કરતાં કોઈ અજાણ્યો શખ્સ બાઈક લઈ જતો નજરે પડે છે. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.