ગળપાદર મધ્યે માતાજીનાં મંદિરમાથી 12500ની તસ્કરી

ગાંધીધામના ગળપાધર મધ્યે સહારાનગરના નદીના કિનારે રવેચીમાતાજીનું મંદિર આવેલ છે. આ મદિરમાં મારૂતિદાસ સેવા પૂજા પાઠ કરે છે. ગઇકાલે સવારે પૂજારી મંદિરમાં સેવા કરવા જતાં મંદિરના તાળાં તૂટેલી હાલતમાં નજરે પડ્યા હતા. ત્યારબાદ ગામના અન્ય લોકોને જાણ કરવામાં આવતા મંદિરમાં તપાસ કરતાં લોખંડની તિજોરી અને લોખંડનું કબાટ ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આજુબાજુ તપાસ હાથ ધરવામાં આવતા નદીના સામે કાંઠેથી કબાટ અને તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવ્યા હતા.તિજોરીમાથી આશરે 5000 રોકડા રૂપિયા, કબાટમાથી ચાંદીના છતર આશરે કિ.રૂ.2000 માતાજીનાં ઇમિટેશન શેટ કિ.4000 ઉપરાંતમાં મંદિરમાં રહેલ એલ.સી.ડી. કિમત.રૂ.1500 એમ મળી કુલ 12500 ની ચોરીને અંજામ અપાયો હતો.

આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.