પોકેટ કોપ આધારે ઘરફોડ ચોરી, વાહનચોરી, મોબાઇલ ચોરી, પાણીની મોટર ચોરીના પાંચ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢતી સામખીયારી પોલીસ

copy image

મ્હે.પોલીસમહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી સાગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાપરનાઓએ પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા ઘરફોડ ચોરી, વાહન ચોરી મોબાઇલ ચોરી તેમજ અન્ય ચોરીઓના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃત્તિઓને કરતા ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સામખયારી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો સામખીયારીની પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહો બનતા અટકાવવા માટે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલનાઓને મળેલ બાતમી આધારે એક નંબર પ્લેટ વગરના મોટા સાયકલને રોકી પૂછપરછ કરતા મજકુર ઇસમે નીચેની વિગતે કબુલાત આપતા મજકુર ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધ આગળના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

શોધાયેલા ગુનાહો:

  1. ભુજ બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર 11205043221216/22 આઈપીસી કલમ 379 તારીખ 3-12-2022 મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે-12-DE-9319 કિંમત રૂપિયા 22,000
  2. ગાંધીધામ એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર.11993006221431/22 IPCકલમ 379 તારીખ 8-11-2022 splendor plus મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર.જીજે-બાર-ડીકે-0926 કિંમત રૂપિયા 35,000
  3. અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર.119930032212777/22 IPC કલમ 379 તારીખ 17-12 2022 hf deluxe મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે-12-DQ-6462 કિંમત રૂપિયા 35,000
  4. આદિપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર 11993002220613122/22 IPC કલમ 379 તારીખ 25-11 2022 hf deluxe મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-12-ઇ- 9670 કિંમત રૂપિયા 55,000
  5. અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર. 11993003221258/22 IPC કલમ379 તારીખ 10-12-2022 splendor મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-12-DQ-5547 કિંમત રૂપિયા 55,000

આપેલ કબુલાત

   6.મંગળસૂત્ર નંગ-એક ગાંધીધામ સથવારાવાસ નવી સુંદરપુરીથી ચોરેલ કિંમત રૂપિયા 60,000

   7. મોબાઈલ ફોન

  1. ઇન્ટેલ કંપનીનો બલ્યુ કલરનો સાદો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500

  2.ઇન્ટર કંપનીનો વાદળી કલરનો સાદો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500

  3. samsung કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500

  4.વીવો કંપનીનો android મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000

  5 ઇન નોટ કંપનીનો android મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10000

6 oppo કંપની નો સફેદ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂપિયા 10,000

7.સેમસંગ કંપનીનો ગેલેક્સી નોટ  જી-એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000

8.oppo કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000

8.પાણીની મોટર નંગ – પાંચ કિંમત રૂપિયા 2500

એમ કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા 3,08,000

પકડાયેલ આરોપી:

શકીલ ભીખાભાઈ મીર (મુસલમાન) ઉંમર વર્ષ 20 રહે નવી સુંદરપુરી ગાંધીધામ તાલુકો ગાંધીધામ

આ કામગીરી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ તથા પો.સબ ઈન્સ શ્રી એસ.વી॰ડાંગર તથા હેડ કોન્સ્ટેબલ ગોલાભાઇ શુક્લા તથા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રાઠવા તથા હેડ કોન્સ્ટેબલ હરીસિંહ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ડાભી પો.કોન્સ મયુરસિંહ જાડેજા તથા મહિપાલસિંહ જાડેજાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.