ગાંધીધામ પોલીસે મણકાવાસમાથી 34,980નો દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીધામ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુકેશ માજીરાણા રહે. નવીસુંદરપૂરી ગાંધીધામનો શખ્સ પોતાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર રેડ પાડતા આરોપી હાજર મળી આવ્યો નહતો. આરોપીના ઘરમા તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 84 બોટલ કિ.રૂ. 34,980નો મુદ્દામાલ કબ્જે કરી મુકેશ માજીરાણા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.