પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર કાચું તેલ (રાયડા)નો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિની બદી નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપેલ જે અનુસંધાને,

એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી.રબારી સાહેબના એલ.સી.બી સ્ટાફના માણસોને ગેરકાયદેસર પ્રવૃત્તિ ની બદી નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ હતી જે સૂચના અનુસંધાને આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ તથા પ્રદ્યુમનસિંહ ગોહિલનાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા વાલાભાઈ ગોહેલાઓને સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી હકીકત મળેલ હતી કે માંડવી અંજાર હાઈવે ઉપર મોખા ટોલનાકાની પહેલા આવેલ સોનલ કૃપા હોટલની પાછળ માવજીભાઈ આહીર નામનો ઈસમ કાચું તેલ રાયડાના ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે તેલ કાઢી હોટલની પાછળ આવેલ બાવળોની ઝાડીમાં રાખેલ હોય જે બાતમી હકીકત આધારે હકીકતવાડી જગ્યાએ તપાસ કરતા મજકુર હાજર મળી આવતા તેને સાથે રાખી હોટેલની પાછળ તપાસ કરતા 705 લીટર કાચું તેલ રાયડો મળી આવેલ જે બાબતે મજકુર ઈસમ પાસે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ. જેથી મળેલ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ ઈસમ માવજીભાઈ બીજલભાઇ આહીર રહે. મીઠી રોહર તાલુકો ગાંધીધામ   

કબજે કરેલ મુદ્દામાલ કાચું તેલ રાયડો 705 લીટર કિંમત રૂપિયા 35,250