આદિપુરમાંથી 2.60 લાખની બોલેરો કાર કોઈ શખ્સો દ્રારા ચોરી કરી જવાઈ

0
2017_3largeimg06_Mar_2017_111535477

આદિપુરના 3-બી વિસ્તારમાં એક ઘર નજીક પાર્ક કરાયેલી રૂ.2.60 લાખની બોલેરોની કોઈ આરોપીઓએ ચોરી કરી હતી. આદિપુરમાં રૂ. 34 લાખની લૂંટ, ન્યાયમુર્તિના બંધ ઘરમાં તફડંચી, તુણા અદાણી બંદરના હેડના બંધ ઘરમાંથી તસ્કરી સહિતના બનાવોને લૂંટારુઓ અને આરોપીઓ અંજામ આપીને પોલીસનું નાક કાપી રહ્યા છે. પરંતુ આધેડની હત્યા સાથે લૂંટ સિવાય હજુ એકેય બનાવનો ભેદ ઉકેલાયો નથી. તેવામાં વધુ એક વાહન ચોરીની ઘટના બનતા પોલીસની આબરૂના ઘજાગરા ઊડ્યાં હતા. આદિપુરના વોર્ડ 3-બી વિસ્તારમાં પ્લોટ નંબર 352માં રહેણાક અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં ચંદનકુમાર રામઉજાગરા શાહના ચાલકે તેમના ઘર નજીક બોલેરો નંબર જીજે-18-એઝેડ-4393 કિંમત રૂ. 2.60વાળી પાર્ક કરી રાખી હતી. દરમ્યાન ગત બપોરના અરસામાં કોઈ આરોપીઓએ વાહનને ગમે તે રીતે ચાલુ કરી તેની ચોરી કરીને નાસી છૂટયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *