ગાંધીધામ ભારતનગર વિસ્તારમાં આવેલ 36 ક્વાટરમાં મકાન નં 52માં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીધામની અંદર આવેલા ભારતનગર વિસ્તારમાં એક મહિલાએ પોતાના ઘરે ગળેફાસો ખાઈને આપધાત કર્યો હતો. ભારતનગરમાં 36 કવાર્ટસમાં રહેતી કુવરબેન(કાન્તા) નાનજીભાઈ મહેશ્વરી નામની મહિલાએ પોતાના ઘરમાં કોઈપણ અગમ્ય કારણોસર ચુની વડે પંખામાં લટકીને આપઘાત કરી લીધો હતો. જેને મેધજીભાઈ વેરસિંહ મહેશ્વરીએ તાત્કાલિક રામબાગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરતું ત્યાના ફરજ પરના ડોક્ટર દ્રારા તેમણે મૃત જાહેર કર્યો હતો. આ મહિલા દ્રારા ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે જાણવા મળેલ તેથી આ મહોળા ભારતનગર 36 ક્વાટર મકાન નં 52 માં રહેતી હતી. આ મહિલાની ઉંમર 32 વર્ષ હતી. જેની વધુ તપાસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *