કોડાય પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા : 1,76,500નો મુદ્દામાલ જપ્ત

કોડાય પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભુજ તરફથી માંડવી તરફના હાઇવે રોડ પર એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાં દેશીદારૂ ભરી નીકળવાની છે. આ બાતમીના આધારે પોલીસ કોડાયપુલ ચાર રસ્તા પર વોચમાં હતી ત્યારે એક સિલ્વર કલરની ફોરવ્હીલ નંબર પ્લેટ વિનાની બોલેરો શંકાસ્પદ લાગતાં તેને સાંકેતિક ઇશારે વડે અટકાવાનો પ્રયાશ કરવામાં આવતા ચાલક પોતાના કબજાનું બોલેરો લઈ નાશવા લાગ્યા હતા. પોલીસે વાહનનો પીછો કરી પિયાવા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ પાસે પકડી પાડ્યા હતા. બોલેરોમાં 2 શખ્સો બેઠા હતા અને ગાડીમાં સફેદ કલરના કેરબા તપાસતા દેશી દારૂ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે રૂ. 24,000નો દેશીદારૂ, એક બોલેરો ફોરવ્હીલર કિમત.રૂ. 1,50,000 તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ કિમત રૂ. 1,76,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા મોહબ્બતસિંહ જાડેજા અને રાજેશ કાનજી દેવરીયાની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવતા ગુલાબસિંહ ખેતુભા જાડેજાએ માંડવી મધ્યે રહેતા હરેશ શીવજી ડોરૂને વેચાણ અર્થે આપવાનું જણાવ્યુ હતું. પોલીસે બંને શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.