ગઢશીશા પોલીસે 7,800નો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર

ગઢશીશા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 7,800નો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, વેકરા ગામનો ચેતનસિંહ રણજીતસિંહ જાડેજા એક્ટિવાથી વિદેશી દારૂ લઈને નીકળવાનો છે. બાતમીના આધારે પોલીસ વેકરા ગામની વાડી વિસ્તાર તરફ જતાં કાચા રસ્તા ઉપર નદીની પાસે વોચમાં હતી ત્યારે બાતમી વાડો એક્ટિવા ચાલક પોલીસને જોઈ એક્ટિવા મૂકી બાવળોની ઝાડીઓનું લાભ લઈ નાસી જાય છે. એક્ટિવાની તલાસી લેવામાં આવતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 15 બોટલો મળી આવે છે.

પોલીસે દારૂની 15 બોટલ કિમત.રૂ. 7,800 તેમજ એક્ટિવા GJ-12-EP-1201 એમ મળી કુલ કિમત.રૂ. 30,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.